‘Taarak Mehta…’ ના ટપ્પૂ અને ‘ગોગી’ એટલે સમય શાહ રિયલ લાઇફમાં છે ભાઈ

મનોરંજન

ટીવી જગતના ફેમસ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે પરંતુ ટપ્પૂ સેનાની મસ્તી બધાને વધારે ગમે છે. આજે અમે તમને જણાવીશું કે આ ટપ્પૂ સેનાના બે પાત્ર એવા છે જે અસલ જિંદગીમાં ભાઈ છે.

Advertisement

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂ સેનાની હરકતોને લોકો ખુબ પસંદ કરે છે. શોમાં તેની મસ્તી અને સમજદારી લોકોને તેના દિવાના બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કો ટપ્પૂ સેનાના બે પાત્રો રિયલ લાઇફમાં પણ ભાઈ છે.

વર્ષ 2008થી લઈને વર્ષ 2017 સુધી ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પૂની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી અને રોશન સિંહ સોઢીના પુત્રની ભૂમિકામાં જોવા મળતા ગોગી ઉર્ફે સમય શાહ અસલ જિંદગીમાં ભાઈ છે.

ભવ્ય ગાંધી (Bhavya Gandhi) નો જન્મ એક ગુજરાતી-જૈનવ પરિવારમાં થયો છે. તેના પિતા વિનોદ ગાંધી એક બિઝનેસમેન હતા. તેના માતા યશોધા ગાંધી હાઇસવાઇફ છે. સમય શાહ ભવ્ય ગાંધી એટલે કે ટપ્પૂના માસીનો દિકરો છે.

ભવ્ય ગાંધીએ નવ વર્ષ સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ટપ્પૂની ભૂમિકા ભજવી, ત્યારબાદ શો છોડી દીધો હતો. પરંતુ ગોગી હજુ પણ શોમાં ટપ્પૂ સેનાનો ભાગ છે.

ભવ્ય ગાંધી અને સમય શાહ હંમેશા સાથે જોવા મળે છે. બન્નેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવતા રહે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *